November 22, 2024

દેશના અનેક રાજ્યોમાં વરસાદ સાથે કરા, ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કેવી?

દિલ્હી: ગઈ કાલે હવામાને જાણે રંગ બદલી દીધો હોય એમ શિયાળા અને ઉનાળાની જંગ વચ્ચે માવઠું પડ્યું હતું. દેશના અનેક રાજયમાં વરસાદ પડ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાનની પેટર્નમાં ફેરફાર
શનિવારે હવામાનની પેટર્નમાં તીવ્ર ફેરફાર થયો હતો. જેના કારણે ઘણા રાજયમાં વરસાદ પડ્યો હતો. આસપાસના વિસ્તારો સહિત ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વરસાદની સાથે ઘણા કરા પડ્યા છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ પડ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં આજે ફરી સવારે પડ્યો હતો. રાજસ્થાનમાં પણ ગઈ કાલે વરસાદ પડ્યો હતો.

હિમવર્ષા અને વરસાદ ચાલુ
ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં શનિવારે પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી હતી. પૂર્વ અને ઉત્તર મધ્ય પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર મોટાભાગના વિસ્તારોમાં આજે પણ આવું વાતાવરણ રહી શકે છે. વરસાદના કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. માર્ચમાં માતમ બનીને આવેલો આ વરસાદ ખેડૂતોના તૈયાર પાકને બગાડી દીધો છે.

ગુજરાતનું હવામાન
ગઈ કાલે દેશના અનેક રાજયમાં વરસાદ પડ્યો હતો. જેમાં ગુજરાતમાં પણ અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. મહત્વની વાત એ છે કે આ વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. 3 મહિનાની મહેનત પર આખા વર્ષની રોજીરોટી છીનવી લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઈ કાલે અમદાવાદ, બનાસકાંઠા, સાણંદમાં અને આજૂબાજૂના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આજના દિવસે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, નર્મદા, ભરૂચ, વડોદરા, જામનગરમાં વરસાદ પડી શકે છે.