November 23, 2024

દિલ્હીમાં ઠંડીનો ચમકારો, ઠંડા પવનોને કારણે તાપમાનમાં થયો ઘટાડો

Delhi: દિલ્હી અને આસપાસના શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. દિલ્હીના લોકો સવાર-સાંજ વાહન દ્વારા મુસાફરી કરતા ઠંડી અનુભવવા લાગ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હીમાં ઠંડી વધુ ઝડપથી વધી શકે છે. IMD દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ઊંચા પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.

ગરમીથી રાહત મળશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે આકાશ સ્વચ્છ રહેશે. કેટલાક સ્થળોએ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ પછી 17 ઓક્ટોબર સુધી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રીની વચ્ચે રહેશે.

તાપમાન સરેરાશ કરતા ઓછું હતું
શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સિઝનના સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે લઘુત્તમ તાપમાન 20.3 ડિગ્રી સેલ્સિયસ અને ભેજનું પ્રમાણ 48 ટકા નોંધાયું હતું.

આ પણ વાંચો: જામ સાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર, જામનગરના રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય

AQI વધવાના સંકેતો
શુક્રવારે સાંજે 6 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 143 હતો, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. આગામી દિવસોમાં પ્રદુષણમાં વધારો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જોકે, શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI ‘સારું’ છે, 51 અને 100 વચ્ચે ‘સંતોષકારક’ છે, 101 અને 200 વચ્ચે ‘મધ્યમ’ છે, 301 અને 400 વચ્ચે ‘ખરાબ’ છે 401 અને 500ને ‘ગંભીર’ ગણવામાં આવે છે.