દિલ્હી-NCRના વાતાવરણમાં બદલાવ… હિમાચલમાં હિમવર્ષા, હવામાન વિભાગે આપી વરસાદની ચેતવણી
Delhi: ઉત્તર ભારતમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દિલ્હી, યુપી અને બિહારની વાત કરીએ તો એવું લાગે છે કે ઠંડી પૂરી થઈ ગઈ છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ગાઢ ધુમ્મસ હોય છે. જો આપણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હવામાનમાં કોઈ ફેરફાર દેખાતો નથી. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં પણ ચેતવણી આપી છે.
હિમાચલના પર્યટન સ્થળોએ ફરીથ બરફવર્ષા, હવામાન વિભાગે વાવાઝોડાની ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે અને હવામાન વિભાગે બુધવારે કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શિમલા, કુલ્લુ, કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ અને ચંબા જિલ્લામાં કેટલીક જગ્યાએ હિમવર્ષા થઈ છે.
આ પણ વાંચો: ગેરકાયદે અમેરિકા ગયેલા ગુજરાતીઓ કરે છે ‘કાળી મજૂરી’
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોઠીમાં ૩૩ સેમી, ગોંડલામાં ૧૧ સેમી, કીલોંગમાં ૯ સેમી, કુકુમસેરીમાં ૮.૩ સેમી, ભરમૌરમાં ૮ સેમી, મનાલીમાં ૭.૪ સેમી, જોટમાં ૬ સેમી, કલ્પામાં ૫.૧ સેમી અને શિલ્લારુ અને ખદ્રાલામાં ૫ સેમી હિમવર્ષા નોંધાઈ છે.