January 7, 2025

દિલ્હી-NCRના આકાશમાં ધુમ્મસ છવાયું, જાણો આજે કેવું રહેશે હવામાન

Weather Report: દિલ્હી-NCRમાં ભારે ઠંડી પડી રહી છે. ઝીરો વિઝિબિલિટી સાથે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઠંડીના કારણે એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. ટ્રેન, બસ અને ટ્રાફિક પર પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઠંડી લોકોને વધુ પરેશાન કરી શકે છે.

હવામાન વિભાગે આપી માહિતી
ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજના દિવસે 5.30 વાગ્યે દિલ્હીમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ધુમ્મસના કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશના અલગ અલગ વિસ્તારમાં ભારે ઠંડી પડી રહી છે. ગુજરાતમાં પણ ભારે ઠંડી પડી રહી છે.