હવામાન વિભાગની આગાહી… પવન, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષાનું આપ્યું એલર્ટ
Delhi: દેશભરમાં ઠંડીની તીવ્રતા વધી રહી છે. કેટલીક જગ્યાએ વરસાદ, ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગાઢ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શુક્રવારે દિલ્હીમાં 41.2 મીમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા વર્ષ 1923માં દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં 24 કલાકમાં 75.7 મીમી વરસાદ નોંધાયો હતો. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીથી દોડતી 14 ટ્રેનો મોડી પડી છે.
पंजाब, हरियाणा-चंडीगढ़, राजस्थान के अलग-अलग स्थानों में 28-30 दिसंबर के दौरान देर रात/सुबह के दौरान घने से बहुत घने कोहरे की स्थिति बनी रहने की संभावना है।
Dense to Very dense fog conditions very likely to prevail during late night/early morning hours in isolated pockets of… pic.twitter.com/UyyPj9fETv
— India Meteorological Department (@Indiametdept) December 28, 2024
અજમેર, રાજસ્થાનમાં ડિસેમ્બર મહિનામાં છેલ્લા 24 કલાકમાં 21.4 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે. યુપીના ગાઝિયાબાદ-મેરઠમાં વરસાદ અને ઠંડીના કારણે 8મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઈવે અને મુગલ રોડ બ્લોક થઈ ગયો છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર પ્રવાસીઓના વાહનો અટવાઈ પડ્યા છે. શ્રીનગર એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 319 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના, 28 લોકોના નીપજ્યા મોત
ઉત્તરાખંડમાં ચીન સરહદને જોડતો તવાઘાટ-લિપુલેખ હાઈવે બ્લોક છે. 14 વર્ષ બાદ મનાલીમાં 24 કલાકમાં 78 મીમી વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 3 દિવસ માટે દેશભરમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદ, હિમવર્ષા, ગાઢ ધુમ્મસ અને પવનની ચેતવણી જારી કરી છે.