રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Update: આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભરશિયાળે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવાામં આવી છે. દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે.
વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો છે. ત્યારે હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને, નર્મદામાં વરસાદની આગાહી કરી છે. સુરત, તાપી, નર્મદા ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. દીવ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: દરેક વ્યક્તિનું જીવન ઉજ્જવળ બને… PM મોદીએ નેતન્યાહુને હનુક્કાહની પાઠવી શુભેચ્છા