September 10, 2024

આ કંપનીઓની કારનું વેચાણ ઘટ્યું, જાણો તમામ માહિતી

Car Sales Down In July 2024: કાળઝાળ ગરમીને કારણે છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈ 2024માં કારની માંગમાં ઘટોડો જોવા મળ્યો છે. દેશની ત્રણ સૌથી મોટી કાર કંપનીઓના વેચાણમાં વાર્ષિક ઘટાડો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ મોટર તેમજ ટાટા મોટર્સના વેચાણમાં જુલાઈમાં ઘટાડો થયો છે.

વેચાણમાં સતત ઘટાડો
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે જુલાઈમાં તેનું કુલ સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ 9.64 ટકા ઘટીને 1,37,463 યુનિટ થઈ ગયું છે. મારુતિની મુખ્ય હરીફ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું સ્થાનિક લેવલે વેચાણ 3 ટકા ઘટીને 49,013 યુનિટ થઈ ગયું છે. ટાટા મોટર્સે જણાવ્યું હતું કે ગયા મહિને તેનું કુલ સ્થાનિક વેચાણ 11 ટકા ઘટીને 70,161 યુનિટ થયું હતું.ગયા જુલાઈમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 15 ટકાનો વધારો થયો હતો. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં એટલે કે જુલાઈમાં 36,205 એકમો હતો.

આ પણ વાંચો: ચાલુ વરસાદે સ્કૂટર બંધ પડી જાય તો આ વાત ખાસ ધ્યાન રાખજો

હોન્ડા કારની નિકાસમાં વધારો
કિયા ઈન્ડિયાએ જણાવ્યું હતું કે જુલાઈમાં તેનું સ્થાનિક વેચાણ વાર્ષિક ધોરણે 2.5 ટકા વધીને 20,507 યુનિટ થયું હતું, જે જુલાઈ 2023માં 20,002 વાહનોનું વેચાણ થયું હતું. જુલાઈમાં સ્થાનિક બજારમાં Honda Cars Indiaનું હોલસેલ વેચાણ 5 ટકા ઓછું થયું છે જે ઘટીને 4,624 યુનિટ થયું છે. ગયા વર્ષે જુલાઈમાં નિકાસ કરાયેલી 1,112 હોન્ડા કારની સરખામણીએ જુલાઈમાં કંપનીની નિકાસ બમણીથી વધુ વધીને 2,710 યુનિટ થઈ હતી.