તરબૂચની છાલથી બને છે સ્વાદિષ્ટ હલવો, રેસીપી જલ્દી નોંધી લો

Tarbooj No Halwo: તરબૂચની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં મોટા ભાગના લોકોને તરબૂચ ખાવાનું પસંદ હોય છે. ત્યારે અમે તમારા માટે વેસ્ટમાંથી બેસ્ટ કરવા માટેની એક રીત લઈને આવ્યા છીએ. જેમાં તમે તરબૂચને ખાઈને છાલ ફેંકી દેતા હશો. પરંતુ હવે તમારે તેને ફેકવાની નહીં રહે. કેમ કે અમે તમારા માટે તરબૂચની છાલથી બનતા હલવાની રેસીપી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો: CSKની હાર પછી અભિનેત્રી શ્રુતિ હાસન રોવા લાગી, વીડિયો થયો વાયરલ

તરબૂચની છાલની હલવા રેસીપી
મોટા તરબૂચની છાલ લો. પછી તમારે તેમાંથી લીલો ભાગ કાઢી લેવાનો રહેશે. હવે તમારે બાકી વધેલી છાલને છોલી લેવાની રહેશે. તરબૂચની છાલની પેસ્ટ બનાવીને હવે તમારે તેને તૈયાર કરવાની રહેશે. હવે તમારે તેમાં ઘી ઉમેરવાનું રહેશે. તેમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો રહેશે. ચણાના લોટને બદલે તમે સોજીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ તમામને પેનમાં નાંખીને શેકી લો. પાણી બળી જાય ત્યાં સુધી શેકવાનું રાખો. આ પછી તમારે તેમાં દૂધ ઉમેરવાનું રહેશે. તમે તેમાં માવો એડ કરી શકો છો. હવે તમે તેમાં તમારા પસંદના ડ્રાયફ્રુટ એડ કરી શકો છો. હવે તમે તેને ખાઈ શકો છો.