October 24, 2024

વોશિંગ્ટન સુંદરે બનાવ્યો અનોખો, આવું માત્ર 3 જ ખેલાડીઓને મળી આ સિદ્ધિ

Washington Sundar: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વોશિંગ્ટન સુંદરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તેના જબદસ્ત પ્રદર્શનના કારણે તેણે પોતાનું નામ ખાસ યાદીમાં નોંધાવ્યું છે. તેણે જે કરી બતાવ્યું તે આજ દિવસ સુધીમાં માત્ર 3 જ ખેલાડીઓ કરી શક્યા છે.

વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન
વોશિંગ્ટન સુંદર તેની વાપસી બાદની મેચમાં જબદસ્ત ફોર્મમાં જોવા મળી રહી છે. ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ 59 રન આપીને 7 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આવું કરનાર 4 ખેલાડી વોશિંગ્ટન સુંદર છે. વર્ષ 2017 થી કોઈ બોલરે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 7 વિકેટ લેવામાં સફળ થયો નથી. અશ્વિને વર્ષ 2017માં ઈન્દોરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 59 રનની સાથે 7 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

બોલરોનો દબદબો
ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સ્પિન બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે ન્યૂઝીલેન્ડને 259 રનમાં ઓલઆઉટ કરી હતી. આ મેચ દરમિયાન સુંદરે 7 અને આર અશ્વિને 7 વિકેટ ઝડપી હતી.  આ મેચમાં વોશિંગ્ટન સુંદરે કેપ્ટન રોહિત શર્માના નિર્ણયને ખરો સાબિત કર્યો છે.  વોશિંગ્ટન સુંદરે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દાવમાં 7 વિકેટ ઝડપી હતી.