જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે હિમવર્ષાની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

Jammu Kashmir Weather Alert: જમ્મુ કાશ્મીરમાં હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારથી શુક્રવાર (25-28 ફેબ્રુઆરી) સુધી જમ્મુ અને કાશ્મીરમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના કારણે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
બરફવર્ષાની શક્યતાને ધ્યાનમાં રાખીને IMD શ્રીનગરે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને કોઈપણ જરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. હિમવર્ષાને કારણે હવાઈ અને માર્ગ પરિવહન પ્રભાવિત થવાની સંભાવના છે. હવામાન વિભાગ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્યમથી ભારે હિમવર્ષાને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પ્રભાવિત થઈ શકે છે. જેમા સાધના પાસ, રાઝદાન પાસ, સોનમર્ગ-ઝોજિલા-ગુમરી રોડ, મુઘલ રોડ અને સિન્થન પાસનો સમાવેશ થાય છે. તે ઉપરાંત શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે.
આ પણ વાંચો: લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે લાલુ યાદવને મોટો ઝટકો, તમામ આરોપીને 11 માર્ચે કોર્ટમાં હાજર રહેવા સમન્સ
પ્રવાસીઓ અને સ્થાનિકો માટે સલાહ
-બરફવાળા વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળો.
-હવામાનની માહિતી મેળવતા રહો અને વહીવટીતંત્રની સલાહનું પાલન કરો.
– જરૂરી વસ્તુઓનો સ્ટોક અગાઉથી કરી લો.
-કોઈપણ કટોકટીમાં સ્થાનિક વહીવટીતંત્રનો સંપર્ક કરો.