વિશ્વના ત્રીજા સૌથી મોટા લોકતંત્ર ઇન્ડોનેશિયામાં આજે મતદાન
ઇન્ડોનેશિયાએ 17,000 ટાપુઓ અને આશરે 1,300 વંશી જૂથોનો દેશ છે. ઈન્ડોનેશિયામાં આજે 14 ફેબ્રુઆરીએ નવી સરકારની પસંદગી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમની બે ટર્મની મર્યાદા પૂર્ણ કરી લીધી છે. ત્યારે આજના દિવસે નવા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે આ ચૂંટણીમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. આજના દિવસે જે ચૂંટણી છે તેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંસદીય પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવશે.
નવા રાષ્ટ્રપતિના શપથ
ચૂંટણીમાં પ્રમુખ બનવાની રેસમાં ત્રણ ઉમેદવારો છે. જેમાં પ્રમુખપદ માટેના દાવેદારોમાં ગંજાર પ્રનોવો, અનિસ બાસ્વેદન અને પ્રબોવો સુબિયાન્તોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા 14મી ફેબ્રુઆરીની સાંજે જ પરિણામોના વલણો જાહેર કરવામાં આવશે. પરંતુ છેલ્લા પરિણામ જાહેર થવામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. નવા રાષ્ટ્રપતિ ઓક્ટોબરમાં શપથ લેવાના છે.
20 કરોડ લોકો મતદાતા
ઈન્ડોનેશિયાએ 1998માં લોકશાહી શાસન અપનાવ્યું હતું. 27 કરોડની વસ્તીમાંથી લગભગ 20 કરોડ લોકો મતદાતા છે. જે આજના દિવસે મતદાન કરશે. દેશભરમાં મતદાન કેન્દ્રો બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે મતદાતા સરળ રીતે મત કરી શકે છે. આ સાથે અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે 17 વર્ષથી વધુ ઉંમરના ઇન્ડોનેશિયાના નાગરિકો ચૂંટણીમાં મતદાન કરી શકે છે. રાષ્ટ્રપતિ બનવા માટે ત્રણ ઉમેદવારો હાલ આ રેસમાં છે. જેમાં ગંજર પ્રનોવો, અનીસ બાસ્વેદન અને પ્રબોવો સુબિયાન્તોનો સમાવેશ થાય છે. પ્રબોવો સુબિયાન્તોની વાત કરવામાં આવે તો તે હાલના સંરક્ષણ પ્રધાન છે. તેઓ આર્મીના સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડર રહી ચૂક્યા છે. સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા છે.
પાકિસ્તાનની ચૂંટણીમાં કેટલું જરૂરી છે ફોર્મ 45?
ફોર્મ 45થી ચૂંટણીમાં પારદર્શિતા વધે છે. મતોનું સત્યાપન કરવામાં આવે છે અને પરિણામોમાં ધાંધલી થવાની પણ સંભાવના ઓછી થઈ જાય છે. દર પોલિંગ સ્ટેશનમાં તે વિસ્તારનું ફોર્મ 45 તૈયાર કરવામાં આવે છે. પ્રિસાઈડિંગ ઓફિસક અને પોલિંગ એજન્ટ તેના પર સાઈન કરે છે. નિયમ અનુસાર ઉમેદવાર અને મતદાતાઓને આ ફોર્મ જોવાની છુટ હોય છે. જેના કારણે તેમણે કોને મત આપ્યો છે. તે જોઈ અને જાણી શકે છે. જ્યારે સાંજે વોટિંગ ખતમ થાય છે ત્યારે આ ફોર્મ આગળ રિટનિંગ ઓફિસરને મોકલવામાં આવે છે. ત્યાં જ બધા પોલિંગ સ્ટેશનમાં આવેલા ડેટાને એકત્ર કરીને પરિણામ તૈયાર કરવામાં આવે છે.