જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

Vodafone Idea: તમામ રિચાર્જ પ્લાનમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે ગ્રાહકો શોધી રહ્યા છે કે તેમને સસ્તો કેવી રીતે મળશે. ત્યારે અમે તમારા માટે Viના આવા બે પ્લાન વિશે માહિતી લઈને આવ્યા છે. જે તમને સહેલો પડી શકે છે. આવો આ પ્લાન વિશે.

વારંવાર રિચાર્જ કરવાથી પરેશાન
વોડાફોન આઈડિયા દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીમાંથી એક છે. અત્યારે Viના હાલમાં લગભગ 21 કરોડ યુઝર્સ છે. કંપની તેના યુઝર્સ માટે અલગ અલગ પ્લાન ઓફર કરી રહી છે. ત્યારે અમે તમારા માટે એવા રિચાર્જ પ્લાનની માહિતી લાવ્યા છીએ જેનાથી તમારે મોબાઈલને વારંવાર રિચાર્જ નહીં કરવો પડે. તમને લાંબી વેલિડિટી સાથેનો પ્લાન લેવો એ વધુ સારો વિકલ્પ છે.

Vi નો 1749 રૂપિયાનો પ્લાન
Vodafone Idea પાસે તેના ગ્રાહકો માટે 1749 રૂપિયાનો પ્લાન લઈને આવ્યું છે. જેમાં યુઝર્સને 180 દિવસની વેલિડિટી મળી રહે છે. જેમાં તમે ટેન્શન વગર અમર્યાદિત કૉલિંગ કરી શકો છો. આ પ્લાન એ લોકો માટે સારો છે જેમને વધારે ઇન્ટરનેટ જરૂર પડ છે. જેમાં તમને રોજ 1.5GB ડેટા તો મળે જ છે પરંતુ તેની સાથે Binge All Night ઓફર પણ આપે છે. મતલબ, તમે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન

Vi નો 1049 રૂપિયાનો પ્લાન
Vodafone Idea તેના ગ્રાહકોને 1049 રૂપિયાનો પ્લાન પણ લઈને આવ્યું છે. જેમાં તમે 6 મહિના માટે કોઈપણ નેટવર્કમાં અમર્યાદિત ફ્રી કૉલિંગ કરી શકો છો. 1800 મફત SMS અને કુલ 12GB ડેટા મળે છે. જોકે દર મહિને માત્ર 2GB ડેટાનો ઉપયોગ કરી શકશો. જો તમારે કોલિંગનો વધારે ઉપયોગ રહેતો હોય તો તમે આ પ્લાન કરી શકો છો.