September 29, 2024

ઘરે જ બનાવો Vitamin C સીરમ, ચહેરા પરના તમામ દાગને કરશે દૂર

Vitamin C Serum: વિટામિન C સીરમનો ઉપયોગ ત્વચાના ડાઘ દૂર કરવા માટે થાય છે. બજારમાં તેની કિંમત ઘણી વધારે છે. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ઘરે જ DIY વિટામિન C સીરમ બનાવી શકો છો. હવે તમને સવાલ થતો હશે એ કેવી રીતે. તો આવો જાણીએ કે ઘરે વિટામિન સી સીરમ કેવી રીતે બનાવશો.

વિટામિન સી સીરમ બનાવવા માટે શું જરૂરી છે?
એસ્કોર્બિક એસિડ પાવડર અથવા વિટામિન સી ટેબ્લેટ્સ
2 ચમચી ગુલાબજળ
1 વિટામિન ઇ કેપ્સ્યુલ
1 ચમચી ગ્લિસરીન

વિટામિન C સીરમ કેવી રીતે બનાવવું?
વિટામિન C સીરમ બનાવવા માટે વિટામિન C સીરમ પાવડર અથવા ગોળીઓને પીસી લો. તેમાં ગુલાબજળ નાંખો. ગુલાબજળ અને આ પાવડર મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહો. ગ્લિસરીન નાખીને વિટામીન Eની કેપ્સ્યુલ નાંખો. આ બધી વસ્તુઓ મિક્સ કરતા રહો. પછી રાખો. રાત્રે સૂતા પહેલા હાથ પર 2-3 ટીપાં લો અને આંગળીની મદદથી આખા ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં તમારો ચહેરો ચમકદાર અને સાફ થઈ જશે.

આ પણ વાંચો: મોહમ્મદ શમીની વાપસીને લઈને મોટું અપડેટ

સીરમ ક્યારે લગાવવું જોઈએ?
જો તમે ઈચ્છો તો વિટામિન સી સીરમ લગાવ્યાના 15 મિનિટ પછી ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવી દો. શરૂઆતના સમયમાં તમારે સીરમ ઓછી માત્રામાં જ લગાવવું જોઈએ. જેના કારણે તમારી ત્વચાને કોઈ સમસ્યા ના થાય. તમને જણાવી દઈએ કે ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને આવા કોઈપણ ઉપાય અથવા ઘરેલું ઉપચાર લાગુ કરવો જોઈએ.

(અમારો આ લેખ માત્ર માહિતી માટે છે , કોઈ પણ સારવારમાં પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો)