વિરાટ કોહલીનું ખાસ યાદીમાં થયું નામ સામેલ, 300મી વનડે મેચ રમનાર પાંચમો ભારતીય ખેલાડી બન્યો

Virat Kohli: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની આજે 12 મેચ રમાઈ રહી છે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે. આજની મેચ જીતવી બંને ટીમ માટે મહત્વની છે. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હર્ષિત રાણાના સ્થાને ​​વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વરુણ પહેલી વાર કોઈ ICC ટુર્નામેન્ટમાં ભારત માટે ODI મેચ રમી રહ્યો છે. વરુણ ચક્રવર્તીને આજે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવાનો મોકો મળશે. પરંતુ આજની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત થતાની સાથે વિરાટે એક રેકોર્ડ બનાવી લીધો છે. કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની 300મી વનડે મેચ રમનાર પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે રસ્તો ઓળંગી રહેલી મહિલાને મારી ટક્કર

સૌથી વધુ ODI મેચ રમનારા ભારતીય ખેલાડીઓ

  • સચિન તેંડુલકર – 463 મેચ
  • મહેન્દ્ર સિંહ ધોની – 350 મેચ
  • રાહુલ દ્રવિડ – 344 મેચ
  • મોહમ્મદ અઝહરુદ્દીન – 334 મેચ
  • સૌરવ ગાંગુલી – 311 મેચ
  • યુવરાજ સિંહ – 304 મેચ
  • વિરાટ કોહલી – 300 મેચ

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત (પ્લેઇંગ ઇલેવન):અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક.