PSLમાં જોવા મળ્યો વિરાટ કોહલીનો ક્રેઝ, ફોટા થયા વાયરલ

Virat Kohli PSL 2025: વિરાટ કોહલીનો ચાહકવર્ગ દેશની સાથે દુનિયામાં છે. પાકિસ્તાનમાં પણ તેમનું ફેન ફોલોઈંગ છે. પાકિસ્તાનમાં હાલ PSL 2025 ચાલી રહી છે. જ્યાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝાલ્મી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં વિરાટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
Virat Kohli and RCB Fan in PSL Karachi pic.twitter.com/KA6tp9nTB3
— ٰImran Siddique (@imransiddique89) April 12, 2025
આ પણ વાંચો: IPLની વચ્ચે શ્રેયસ અય્યરને ICCનો ‘પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડ મળ્યો
વિરાટના પાકિસ્તાનમાં ઘણા ચાહકો
મુલતાન સુલ્તાન્સ અને કરાચી કિંગ્સ વચ્ચેની મેચ પહેલા, કરાચીના નેશનલ સ્ટેડિયમની બહાર એક ચાહકનો ફોટો વાયરલ થયો હતો. જે કોહલીનું નામ અને પાછળ તેનો આઇકોનિક નંબર 18 ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની જર્સી પહેરેલો જોવા મળ્યો હતો. . આ ચાહકનો ફોટો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ સિઝનમાં પીએસએલ મેચ દરમિયાન વિરાટનો કોઈ ચાહક જોવા મળ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણી વાર વિરાટના ફેન પાકિસ્તાનમાં જોવા મળ્યા છે.