કોહલી ખરા અર્થમાં ‘વિરાટ’, શમીના માતાને ચરણસ્પર્શ કરીને દિલ જીત્યા

Champions Trophy 2025: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડે સામે 4 વિકેટથી જીત પ્રાપ્ત કરી લીધી છે. ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા સામે ન્યુઝીલેન્ડની ટીમ ટકી શકી ના હતી. મેચ જીત્યા બાદ વિરાટ કોહલીનો એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: IND vs NZ: છૂટાછેડા પછી ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ, ફોટા થયા વાયરલ

કોહલીએ મોહમ્મદ શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા
ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો પછી વિરાટ કોહલી મોહમ્મદ શમી તેની માતાને મળવા માટે ગયો હતો. કોહલી શમીની માતાને જોઈને ભાવુક થતો જોવા મળે છે. વિરાટ શમીની માતાના પગને સ્પર્શ કરે છે. તેની માતાના આશીર્વાદ લે છે અને તેમની સાથે ફોટો પણ પડાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલી અગાઉ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. ત્યારે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ઇંગ્લેન્ડને હરાવીને જીત મેળવી હતી.