June 30, 2024

લીગ સ્ટેજ બાદ આ ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાંથી બહાર

IPL 2024 Orange Cap: આ વખતની આઈપીએલ 2024ની સિઝનમાં તમામ મેચ રોમાંચક જંગ જોવા મળી હતી. આ સાથે ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ પણ જબરદસ્ત જોવા મળી હતી. IPL 2024માં લીગ સ્ટેજની મેચ પુર્ણ થતા બે સ્ટાર ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાંથી બહાર થઈ ગયા છે.

ઓરેન્જ કેપની યાદીમાં ટોપમાં
આઈપીએલની 17મી સીઝનમાં લીગ સ્ટેજ બાદ ઓરેન્જ કેપની રેસ પણ જબરદસ્ત જોવા મળી રહી છે. હાલ આ રેસમાંથી 2 ખેલાડીઓ બહાર થઈ ગયા છે. આ બંને ખેલાડીઓની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી. જેના કારણે આ બંને ખેલાડીઓ હવે આ સિઝનમાં રમતા જોવા મળશે નહીં. આ સાથે વિરોટ કોહલીનો દબદબો હજૂ જોવા મળી રહ્યો છે. શરૂઆતથી જ વિરાટ ઓરેન્જ કેપની યાદીમાં ટોચ પર છે.

આ પણ વાંચો: IPL 2024: 9 વર્ષ પછી RCB-RR વચ્ચે રમાશે એલિમિનેટર મેચ

આ ખેલાડીઓ બહાર
લીગ સ્ટેજ બાદ ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન ઓરેન્જ કેપની રેસમાંથી બહાર થઈ ગયા છે. ઋતુરાજ ગાયકવાડે 14 મેચમાં 583 રન બનાવ્યા હતા. જે બાદ તે ઓરેન્જ કેપની યાદીમાં બીજા સ્થાન પર હતો. પરંતુ તેની ટીમ સિઝનમાંથી બહાર થઈ જતા તે હવે આગળ નહીં રમી શકે. ગુજરાતની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી શકી નથી. જેના કારણે ગુજરાતની ટીમનો ખેલાડી સાઈ સુદર્શનની પણ આ રેસમાં સફર પુરી થઈ ગઈ છે. 12 મેચમાં 527 રન બનાવ્યા અને ઓરેન્જ કેપની યાદીમાં તે 5માં નંબર પર છે. પરંતુ તેની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. જેના કારણે સાઈ સુદર્શન પણ હવે નહીં રમી શકે.

વિરાટનો દબદબો
વિરાટ કોહલીએ 14 મેચમાં 64.36ની એવરેજથી 708 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની યાદીમાં તે પ્રથમ સ્થાન પર છે. IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી – 14 મેચ – 708 રન, ઋતુરાજ ગાયકવાડ – 14 મેચ – 583 રન , ટ્રેવિસ હેડ – 12 મેચ – 533 રન, રાયન પરાગ – 14 મેચ – 531 રન, સાઈ સુદર્શન – 12 મેચ – 527 રન બનાવ્યા છે.