November 25, 2024

પર્થ ટેસ્ટનો વિરાટનો વીડિયો થયો વાયરલ

Virat Kohli: પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીની 30મી સદી ફટકારી અને આ રીતે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો હતો. આ મેચ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: હેમંત સોરેન 28 નવેમ્બરે ઝારખંડના સીએમ તરીકે લેશે શપથ

કોહલીના શોટથી સિક્યોરિટી ગાર્ડ ઘાયલ
કોહલીએ મેદાનમાં આવતાની સાથે જોરદાર શોર ફટકાર્યા હતા. વિરાટનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે વિરાટ જ્યારે શોટ મારે છે તે શોટ સીધો બહાર બેઠેલા સિક્યોરિટી ગાર્ડના માથા પર વાગે છે. બોલ સિક્યોરિટી ગાર્ડના માથે વાગતા ગોર્ડને તેનું માથું પકડી લીધું હતું. કોહલી પણ આ બનાવથી ચિંતામાં જોવા મળ્યો હતો. મેડિકલ ઓફિસર તરત આવી ગયા હતા અને ખાતરી કરી કે ગાર્ડને વધારે વાગ્યું કે નહીં. પર્થ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની વાત કરવામાં આવે તો ટીમ ભારતે ઓસ્ટ્રેલિયાની ટીમને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.