ભારત છોડીને લંડન કેમ શિફ્ટ થયા વિરાટ-અનુષ્કા?

Virat Kohli And Anushka Sharma: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર ભારત છોડીને જતા રહ્યા છે. આ કંપલ હવે ભારતમાં નહીં પરંતુ લંડનમાં રહે છે. હવે લોકો ચર્ચા કરી રહ્યા છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારત છોડીને લંડન શિફ્ટ થઈ ગયા છે. અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેએ આ વિશે માહિતી આપી છે.

આ પણ વાંચો: IPL 2025: 6 હાર બાદ પણ SRH પોતાની મોજમાં, માલદીવ ફરવા પહોંચી ટીમ

માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેને આપી માહિતી
અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેએ કહ્યું કે “ગયા વર્ષે હું અનુષ્કા શર્માને મળ્યો જ્યારે તે તેના પતિ અને બાળકો સાથે લંડન જવાનું વિચારી રહી હતી. તેણી માનતી હતી કે તે હવે આ ખ્યાતિથી પરેશાન છે. તે પોતાની સફળતાનો સંપૂર્ણ આનંદ માણી શકતા નથી. તે જે પણ કરે છે તે લોકોની નજરમાં આવે છે.” ડો. નેનેએ વધુમાં કહ્યું કે અનુષ્કા-વિરાટ તેમના બાળકોને આ ગ્લેમરસ દુનિયાથી દૂર રાખવામાં આવે છે. એટલા માટે તેમણે વિદેશ જવાનું નક્કી કર્યું છે.