સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ-2025: વટથી વિરમગામ, મનથી માંડલ, દિલથી દેત્રોજ અને કંઠે નળકાંઠો

વિરમગામ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “Khelo India” અભિયાન અંતર્ગત છેલ્લા એક મહિનાથી વિરમગામમાં ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગ અને ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજીત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું ગતરાત્રે સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય હાર્દિક પટેલે વિજેતા ટીમ, ઉપવિજેતા ટીમ, શ્રેષ્ઠ ખેલાડી, ગેમ ચેન્જર અને શ્રેષ્ઠ બેટ્સમેન-બોલર તરીકે પસંદગી થયેલ ખેલાડીઓને રોકડ રકમ, ટ્રોફી તથા આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા.

ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, એક મહિના દરમિયાન એક હજાર ખેલાડી અને હજારો પ્રેક્ષકોએ સામાજિક એકતાને મજબૂત કરવાનું કામ કર્યું હતું. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ વિરમગામ, માંડલ અને દેત્રોજ ક્રિકેટ એસોસિયેશન, મારી ટીમના સૌ સાથીઓ, પોલીસ મિત્રો અને વિરમગામ શહેરની જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ ટુર્નામેન્ટમાં નાનો મોટો સહયોગ આપીને સ્પોન્સર બનેલા તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું.