હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન

Vinesh Phogat: ભૂતપૂર્વ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે રાજકારણમાં એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ વધારે વજનના કારણે પેરિસ ઓલિમ્પિક 2024માં તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી તેણે કુસ્તીને અલવિદા કહી દીધું હતું. હવે વિનેશ હરિયાણા ચૂંટણી પહેલા પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહી છે. વિનેશ ફોગાટે હવે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

છેડતીનો મુદ્દો જોર પકડ્યો
વિનેશે નિવેદન આપ્યું કે કોંગ્રેસના પંજાનું નિશાન થપ્પડનું કામ કરશે. એક ભાષણ દરમિયાન આ પંજાનું નિશાન થપ્પડનું કામ કરશે. વધુમાં તેણે કહ્યું કે થપ્પડનો અવાજ દિલ્હી સુધી પહોંચશે. વિનેશે ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર નિશાન સાધ્યું છે. જ્યારે મહિલા કુસ્તીબાજોની છેડતીનો મુદ્દાની ચર્ચા થઈ હતી તે સમયે બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે જો વિનેશની છેડતી થઈ હોય તો તેને તે જ ક્ષણે થપ્પડ મારવી જોઈતી હતી. આ સમયે વિનેશે કહ્યું હતું કે તેનામાં એટલી હિંમત નહોતી.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

રાજકારણમાં પ્રવેશવું જરૂરી
એક મીડિયા સાથેની વાતમાં તેણે જણાવ્યું કે તેમણે એક વિકલ્પ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો નથી. અમને અપમાન સિવાય કંઈ મળ્યું નથી.હું ઓલિમ્પિકમાં ગઈ હતી પરંતુ શું મને ન્યાય મળ્યો? અમને ક્યારે પણ ન્યાય મળ્યો નથી.