July 4, 2024

VIDEO: PMના નિવાસસ્થાને જતાં ટ્રાફિકમાં ફસાતા આ નેતા કાર છોડીને ભાગ્યા

PM Modi Swearing-in: આ વખતે મોદી કેબિનેટમાં ઘણા નવા ચહેરા જોવા મળશે. આમાં રવનીત બિટ્ટુનું નામ પણ સામેલ થઈ શકે છે. શપથગ્રહણ પહેલા તમામ સંભવિત મંત્રીઓને વડાપ્રધાનના નિવાસસ્થાને બોલાવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન રવનીત બિટ્ટુ વડાપ્રધાન આવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આ પછી બિટ્ટુ કાર છોડીને પીએમ આવાસ તરફ ભાગવા લાગ્યા હત. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

રવનીત સિંહ બિટ્ટુ ત્રણ વખત સાંસદ છે. જો કે આ વખતે તેમને લુધિયાણા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પહેલા જ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર એક વખત આનંદપુર સાહિબથી અને બે વખત લુધિયાણાથી સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે કોંગ્રેસના અમરિંદર રાજા વાડિંગે લુધિયાણા સીટ પર 20 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. રવનીત બિટ્ટુની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. તેમની ગણતરી રાહુલ ગાંધીના નજીકના લોકોમાં થતી હતી. જો કે ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર છે. માર્ચ 2021માં તેઓ લોકસભામાં કોંગ્રેસના નેતા પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: મોદી સરકાર 2.0: સ્મૃતિ ઈરાની જેવા 20 દિગ્ગજ ચહેરાઓ હવે આ કેબિનેટમાં નહીં જોવા મળે!

આ વખતે મોદી કેબિનેટમાં ભાજપ સહિત સાથી પક્ષોમાંથી ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. નવા નામોમાં હર્ષ મલ્હોત્રા, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, એચડી કુમારસ્વામીનો સમાવેશ થાય છે. આ સિવાય જેડીયુ તરફથી રામનાથ ઠાકુર અને લલન સિંહના નામ સામે આવ્યા છે. આ સિવાય જીતન રામ માંઝી, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી, વીએલ શર્મા, રક્ષા ખડસે, અનુપ્રિયા પટેલ સહિત 30 મંત્રીઓ શપથ લઈ શકે છે.