Video: આગ્રામાં એરફોર્સનું પ્લેન ક્રેશ, પાયલટ સહિત 2 લોકો ઉડતા પ્લેનમાંથી કૂદી પડ્યા

Agra Plane Crash: ઉત્તર પ્રદેશના આગ્રામાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. માહિતી અનુસાર, પ્લેન જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે પાયલોટ અને અન્ય એક વ્યક્તિએ ઉડતા પ્લેનમાંથી કૂદકો માર્યો હતો. હાલ આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ એરફોર્સનું એક વિમાન ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે ઉડાન દરમિયાન આગ લાગી હતી. પાઈલટે આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરી અને કોઈક રીતે પ્લેનને ખાલી મેદાન તરફ લઈ આવ્યુ.

પ્લેન કોઈપણ વસ્તીવાળા વિસ્તાર પર પડે તે પહેલાં, પાઇલોટે તેને ખેતરો પર લાવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન પડવાની થોડી જ સેકન્ડ પહેલા પાયલટ અને તેના સાથીએ પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બંને સ્થળ નજીક પડેલા મળી આવ્યા હતા, બંને સુરક્ષિત છે. બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એરક્રાફ્ટ એમઆઈજી 219 છે, જેણે પંજાબથી ઉડાન ભરી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ કહ્યું કે તેમને લાગ્યું કે કોઈ એલિયન આકાશમાંથી હુમલો કર્યો છે. આગના ગોટા અને જોરદાર અવાજ સાથે મેદાનની વચ્ચે અચાનક પડ્યો હતો. જે બાદ પ્લેનમાંથી ઉંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી. લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.