July 2, 2024

350 કરોડના હેરોઇન મામલો, કોર્ટે આરોપીના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

veraval court granted 13 days remand of accused in case of 350 crore heroine

મોટા પ્રમાણમાં SOGએ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

વેરાવળઃ તાજેતરમાં વેરાળના બંદરેથી પકડાયેલા 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે આ મામલે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણેય આરોપીના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી આસીફ કારા જુસફસમા, અરબાઝ અનવર પમા, ટંડેલ ધર્મેન બુદ્ધિલાલ કશ્યપના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.

વેરાવળ SOGએ કોર્ટમાં આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત ત્રણેય આરોપીઓ સહિત અન્ય સાત લોકો સામે હેરોઇન મગાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઈશાક હુશેન ઉર્ફે રાવ, હેરોઈન આપનાર મૂર્તજા, શેઠ અરબાબ અને રાજકોટના અજાણ્યા શખ્સ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણ દિવસ પહેલાં હેરોઇન ઝડપાયું હતું
ગીર-સોમનાથ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાયો છે. વેરાવળ બંદરેથી કરોડો રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપી પાડ્યું છે. હાલ આ મામલે જિલ્લા LCB, SOG સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, વેરાવળ બંદરેથી 350 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. 50 કિલો સીલ બંધ પેકેટ હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ હેરોઈન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરીયાઇ બોટમાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે.

ગુજરાત ATSએ તપાસ ચાલુ કરી
તો બીજી તરફ, આ મામલે ગુજરાત ATS એ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગથી પહોંચાડવાનું નક્કી કર્યું હતું. વેરાવળ બંદરેથી ડ્રગ્સ ઉત્તર પ્રદેશ મોકલવાનું હતું. આ જથ્થાનો રિસિવર ઉત્તર પ્રદેશનો ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે. વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. આ ઉપરાંત પકડાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ મળી આવ્યો છે. હાલ તમામ 9 આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.