December 12, 2024

KKRના સૌથી મોંઘા ખેલાડીના નામની સાથે જોડાશે ડોક્ટર, શરૂ કર્યો આ અભ્યાસ

Venkatesh Iyer PhD IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 મેગા ઓક્શનમાં વેંકટેશ અય્યર પર મોટો દાવ લગાવ્યો હતો. KKRની ટીમે વેંકટેશ અય્યરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ટીમનો નવો કપ્તાન બની શકે છે. જોકે KKR તરફથી આ વિશે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ વચ્ચે વેંકટેશ અય્યરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં થોડા જ સમયમાં વેંકટેશ અય્યરના નામની આગળ ડોક્ટર લગાડવામાં આવશે.

આ પણ વાંચો: શું રોહિત શર્મા છે ભારતનો સૌથી ખરાબ ટેસ્ટ કેપ્ટન?

વેંકટેશ કયા વિષય પર પીએચડી કરે છે?
વેંકટેશ અય્યરના નામની આગળ ડોક્ટર લગાડવામાં આવશે. એક મીડિયા સાથેની વાતમાં વેંકટેશે કહ્યું કે તે ફાયનાન્સમાં પીએચડી કરી રહ્યો છે. જેના કારણે થોડા જ દિવસમાં તેના નામની આગળ ડોક્ટર લગાડવામાં આવશે. ક્રિકેટની સાથે તેણે અભ્યાસ કરવાનો પણ નિર્ણય કર્યો છે. મેગા ઓક્શનમાં આવ્યા બાદ વેંકટેશને ફાયદો થયો હતો. KKRએ તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે કેકેઆરની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ તેને ખરીદવા માંગતી હતી.