December 19, 2024

મહેમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલે છે પતરાવાળા શેડમાં, દર્દીઓ જીવના જોખમે લે છે સારવાર

kheda Hospital: ખેડાના મહેમદાવાદમાં આવેલી વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલનું કામ પતરાવાળા શેડમાં ચાલે છે. મહત્વની બાબત છે કે આ હોસ્પિટલને PM-JAY યોજનાનો લાભ મળતો હોય પતરાના શેડમાં હોસ્પિટલ ચલાવી શકાય કે કેમ તેવા પ્રશ્નો ઉભા થયા છે. મહત્વની વાત એ છે કે દર્દીઓ જીવના જોખમે આ હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. અનેક વખત આવા બનાવા બન્યા પછી સ્થાનિક તંત્ર જાણે નિંદરમાં હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:રવિચંદ્રન અશ્વિન દેશ પરત ફર્યા, એરપોર્ટથી ઘર સુધી ચાહકોએ કર્યું જોરદાર સ્વાગત

આરોગ્ય વિભાગની તમામ પરવાનગી લેવામાં આવી
આવા પતરાવાળી શેડની હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા કેટલી તેને લઈ પણ પ્રશ્નો ઊભા થયા છે. જોકે સમગ્ર મામલે હોસ્પિટલના સંચાલક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પતરાના શેડની બાજુમાં જ નવી બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેથી આ ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મામલે ગાંધીનગરથી પરમિશન પણ લેવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ તાલુકા આરોગ્ય અધિકારીએ પણ જણાવ્યું હતું કે હોસ્પિટલ સંચાલકો દ્વારા આરોગ્ય વિભાગની તમામ પરવાનગી લેવામાં આવી છે. વાત રહી પતરાના શેડ હેઠળ ચાલતી હોસ્પિટલની તો, તેની મુલાકાત લેવામાં આવશે અને તેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરવામાં આવશે..