બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લો અલગ, મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે
બનાસકાંઠાઃ વર્ષ 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી આપવામાં આવી છે. બનાસકાંઠા સહિત વાવ-થરાદ નવો જિલ્લો બનશે. વાવ જિલ્લામાં 8 તાલુકા આવશે 4 નગરપાલિકા થશે. બનાસકાંઠા 6 તાલુકા અને 2 નગરપાલિકા હશે.
વાવ થરાદમાં 8 તાલુકા બનશે, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે. આગામી વર્ષે નવો જિલ્લો કાર્યરત રહેશે. 9 મનપાને પણ કેબિનેટ મંજૂરી આપી દેવામાં આવી છે. નવી 9 મનપાને પણ આજે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
કયા તાલુકા કયા જિલ્લામાં આવે તેવી શક્યતા
બનાસકાંઠા
- બનાસકાંઠા
- અમીરગઢ
- દાંતા
- પાલનપુર
- ડીસા
- વડગામ
- દાંતીવાડા
વાવ-થરાદ
- વાવ
- થરાદ
- સુઈગામ
- ભાભર
- દિયોદર
- કાંકરેજ
- લાખણી
- ધાનેરા