દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વસંત પંચમી મહોત્સવ ઉજવણી

મનોજ સોની, દ્વારકા: દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વસંત પંચમી મહોત્સવ ઉજવણી કરવામાં આવી છે. વસંત ઋતુની શરૂઆત થતી હોય પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાયા હતા. શ્રીજીને મસ્તકે શ્વેત કુલેર મુકુટ તથા મોરપંખની ચંદ્રિકા સહિતનો શૃંગાર કરવામાં આવ્યો હતો. તેમજ આંબાનું રોપણ કરાયું હતું.

નિજમંદિરમાં હરિયાળી સજાવટ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. બપોરે બે વાગ્યે ઠાકોરજીને અબીલ ગુલાલના શુકન કર્યા બાદ ઉત્સવ આરતી કરવામાં આવી હતી. બપોરે 01:30 થી 02:30 સુધી ઉત્સવ દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો.