વલસાડ પોલીસનું રાત્રિ દરમિયાન ચેકિંગ, શંકાસ્પદ બાંગ્લાદેશીઓનાં ડોક્યુમેન્ટ્સ તપાસ્યાં

હેરાતસિંહ, વલસાડઃ સમગ્ર રાજ્ય બાદ એશિયાની સૌથી મોટી GIDC ગણાતી એવા વાપીના વલસાડ જિલ્લા પોલીસનું રાત્રી દરમિયાન કોમ્બિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાપી શહેર GIDC, તેમજ રેલવે સ્ટેશન પર પોલીસે લોકોનાં ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા. અત્યાર સુધી પોલીસે અંદાજિત 400 જેટલા સંદીગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી પૂછપરછ કરી છે.
ત્રણ રાજ્યોથી ઘેરાયલો અને એશિયાની મોટી GIDC ધરાવતા વલસાડ જિલ્લામાં પ્રરપ્રાંતીયોની સંખ્યા વધુ હોવાથી પોલીસે રાજ્ય સરકારના ગૃહવિભાગના આદેશ બાદ છેલ્લા બે દિવસથી સંદીગ્ધ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ઘરી છે. જેમાં અત્યાર સુધી પોલીસે અંદાજિત 400 જેટલા લોકોની અટકાયત કરી પૂછપરછ કરી છે.
બીજી તરફ ક્રાઇમ રેટ ઓછો થાય અને ગુનેગારોમાં પોલીસનો ડર યથાવત રહે, રાત્રી દરમિયાન ચોરી ચકારી લૂંટ, મારામારી, લુખ્ખાગીરી જેવી ઘટના પર પોલીસે રાત્રી દરમિયાન કોમ્બિંગ કરી વાહનો ચેક કર્યા હતા, તેમજ લોકોના ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા.