November 25, 2024

વલસાડમાં લોકસભા ઉમેદવારના સમર્થનમાં પોસ્ટરો લાગ્યાં, સોશિયલ મીડિયામાં વિરોધ!

valsad lok sabha candidate dhaval patel Posters in support protest in social media

ધવલ પટેલના સમર્થનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

વલસાડઃ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપમાં છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યું છે. રાજીનામા, પોસ્ટરવોર અને વિરોધ પ્રદર્શનનો જાણે માહોલ બંધાયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલના વિરોધ બાદ સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે.

વલસાડ વિધાનસભાના કાંઠા વિસ્તારમાં ધવલ પટેલના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. ‘ધવલ પટેલનો આવકાર, પાર્ટીનો આભાર’ એ પ્રકારના પોસ્ટરો કાંઠા વિસ્તારના ગામોમાં લાગ્યા છે. ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયામાં વિરોધનો પત્ર વાયરલ થયો છે.

આ પણ વાંચોઃ ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર, પોરબંદરથી મોઢવાડિયા મેદાને

સાબરકાંઠામાં પણ રાજકારણ ગરમાયું
ભીખાજી ઠાકોરના સમર્થનમાં મેઘરજમાં દેખાવ કરવામાં આવ્યા હતા. મેઘરજમાં હજારો લોકો એકઠાં થયા હતા. ત્યારે હજારો કાર્યકર્તાઓએ રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો. ભીખાજીની ‘ના’ કહેવા છતાં સમર્થકો માનવા તૈયાર નથી. નાનાથી લઈ મોટા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

વડોદરામાં પોસ્ટરવોર જામ્યું હતું
તો બીજી તરફ, વડોદરામાં પણ રાજકારણ ગરમાયું હતું. રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરતા પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકાર્યો હતો. ત્યારબાદ સાવલીના ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું હતું. તેમને ભાજપ હાઇકમાન્ડે માત્ર 14 કલાકમાં જ મનાવી લીધા હતા. ત્યારબાદ વડોદરાના સાંસદ અને ઉમેદવાર રંજન ભટ્ટે સોશિયલ મીડિયા પર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ લોકસભા ચૂંટણી માટે નવા ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી.