વલસાડ સિવિલ હોસ્પિટલમાં બે બહેનોના મોત મામલે માજી પાલિકા પ્રમુખ રાજેશ પટેલે સિવિલ હોસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપ

Valsad News: વલસાડની સિવિલ હોસ્પિટલનીમાં એક ચકચારિત ઘટના બની હતી. જ્યાં સારવાર અને દવા લેવા આવેલ બે વયોવૃદ્ધ બહેનોના એક પછી એક બંનેના થયા મોત થતાં ચકચાર મચી ગઇ હતી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનામાં બ બંને બહેનોના મોતના જીવંત દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા
સારવાર માટે અને દવા લેવા માટે આવતા હતા
બનાવની વિગત મુજબ રામીબેન ઉક્કડ ભાઈ માંગ અને ગજરી બેન ઉક્કડ ભાઈ માંગ બંને વયોવૃધ્ધ સગી બહેનો વલસાડ પારડીના બરૂડિયાવાડમાં એક સાથે રહેતા હતા. બંને બહેનોને બ્લડપ્રેશરની બીમારી હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર વલસાડ સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. આથી અવારનવાર બંને બહેનો એક સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પર સારવાર માટે અને દવા લેવા માટે આવતા હતા. આજે પણ રાબેતા મુજબ તેઓ ઘરેથી રિક્ષામાં વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.જે દરમ્યાન રામી બહેનને ચક્કર આવતા તેઓ સિવિલ હોસ્પિટલની લોબીમાં ઢળી પડ્યા હતા.
સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ
જે બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી રામી બહેન ની તપાસ કરી હતી જ્યાં રામી બહેનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ દ્રશ્યો જોઈ રામી બહેન ના બહેન ગજરીબેને જોતા તમને આઘાત લાગ્યો હતો. આથી તેઓ પણ વીલ ચેર પર લઈ જવાઇ યલ રહેલી પોતાની બેન ને જોઈ તેની સામે જ ઢળી પડ્યા હતાં. તેમને પણ ચેક કરતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આમ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક પછી એક બે સગી બહેનોના એક સાથે મોતની આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: રાહુલે પોતાની દીકરીની પહેલી તસવીર શેર કરીને નામ જાહેર કર્યું, જાણો નામનો અર્થ
હોસ્પિટલની લોબીમાં જ ઢળી પડે
વલસાડ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ કરુણ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આથી વલસાડ પોલીસે પણ હવે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે વૃદ્ધાવસ્થામાં પણ બંને બહેનો એક સાથે જ રહેતા હતા અને સાથે જ તેઓ સારવાર અને દવા લેવા માટે રાબેતા મુજબ આવતા હતા. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો જોઈ સ્થાનિકો હવે સિવિલ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારી આક્ષેપ લગાવી રહ્યા છે. પ્રથમ એક બહેન હોસ્પિટલની લોબીમાં જ ઢળી પડે છે. એ વખતે લોકોની અવરજવર પણ ચાલુ છે. તેમ છતાં હોસ્પિટલનો કોઈ સ્ટાફ કે આ દ્રશ્યો જોનારા લોકો પણ થોડા સમય સુધી મદદે આવ્યા ન હતા.. બહેનને ઢળી પડેલી જોઈ અન્ય બહેન ત્યાં રાડા રાડ કરે છે. પસાર થતા લોકોને મદદ માટે અપીલ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ માંડ માંડ તેમને મદદ મળી હતી અને હોસ્પિટલના સ્ટાફ પણ આવતા વિલંબ થયો હતો. આ ઘટનામાં હોસ્પિટલની બેદરકારીને લઈ પણ સ્થાનિકો સવાલ ઊભા કરી રહ્યા છે.