October 22, 2024

વડોદરાની મહિલાને હાઉસ એરેસ્ટ કરી 4 કલાક ગોંધી રાખી, એક લાખ રૂપિયા પડાવ્યાં

વડોદરાઃ શહેરની મહિલાને ઘરમાં હાઉસ એરેસ્ટ રાખી ટોર્ચર કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમે તાજેતરમાં ડિજિટલ એરેસ્ટ કરી ઠગાઈ કરતી ગેંગ ઝડપી હતી. સાયબર માફિયાઓએ મહિલા સાથે હેરેસમેન્ટ કરી એક લાખ રૂપિયા પડાવ્યા હતા.

વડોદરાની મહિલાને ઘરમાં જ 4 કલાક સુધી હાઉસ એરેસ્ટ રાખીને ટોર્ચર કરી છે. તાજેતરમાં જ અમદાવાદ સાયબર ક્રાઇમે દેશભરમાં ડિજિટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

પહેલીવાર ડિજિટલ હાઉસ એરેસ્ટ થયેલી મહિલાનો સાયબર માફિયા સાથેનો વીડિયો કોલ સામે આવ્યો છે. જેમાં સાયબર માફિયાઓએ કેવી રીતે મહિલા સાથે હેરેસમેન્ટ કર્યું અને તેમના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવ્યા હતા. તે મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

રીનબેન અને સાયબર માફિયા વચ્ચેના સ્કાઇપ વીડિયો કોલના અંશ:
સાયબર માફિયા: થોડા સમય માટે તમે ઉભા થઈ જાઓ, તમે કમ્પલિટ કેમેરામાં દેખાવા જોઇએ. મોબાઇલ પોઇટ્રેટ પોઝિશનમાં સેટ કરીએ અને મોબાઇલ હાથમાં ન રાખો. હું સૌથી પહેલા મારી ઓળખાણ આપું. આઇપીએસ ઓફિસર રાકેશ કુમાર છું. મુંબઈ સાયબર ક્રાઇમ, ઇસ્ટ બ્રાંચ. હવે તમે મને સાંભળી શકતા હશો અને જોઈ પણ શકતા હશો. તમારો કેસ છે, એ ખૂબ સિરીયસ કેસ છે. સીબીઆઇ ઓફિસર દ્વારા મને આજે આ કેસની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તમે બેસી જાઓ. તમે મુંબઇથી થાઇલેન્ડ ગેરકાયદે પાર્સલ મોકલ્યું છે. તમારા નામથી એક બેંક એકાઉન્ટ પણ છે. જેમાંથી તમે 6.8 મિલિયનની મની લોન્ડરીંગ કરવામાં આવી છે અને હ્રુમન ટ્રાફિકિંગ પણ કરવામાં આવ્યું છે. જેથી સીબીઆઇ આ કેસની તપાસ કરશે. તમે અમને કોઓપરેટ કરશો અને આ વાતને ગોપનીય રાખશો. જો તમે નિર્દોષ છો. તો તમને જલ્દી જ ક્લિયરન્સ લેટર આપી દેવામાં આવશે.