વડોદરામાં ભાજપના નેતા સહિત 4 પર ગેરકાયદેસર જમીન પર કબ્જો કરવાનો આરોપ
વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની જમીન પર બીજેપી નેતા સહિત 4 લોકોએ કબજો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. TP 11, સમા ગામ, સર્વે નંબર 171માં આવેલા 6 ફાઈનલ પ્લોટ પર ફેન્સિંગ કરી કબજો જમાવ્યાનો આરોપ લગાવ્યો છે.
કોર્પોરેશનની ટીમે આજે પ્લોટમાં બાંધવામાં આવેલી ઓરડીને તોડી નાંખી હતી. બીજેપી નેતા ઉપેન્દ્ર અરગડે સહિત રાજેશ મેકવાન, સુજીત પ્રધાન અને આશિષ દૂર્વે પર આરોપ લગાવવામાં આવ્યા છે. કોર્પોરેશને ખેડૂત પાસે ખરીદેલી જમીનનો ઓરિજિનલ દસ્તાવેજ પણ પાલિકાની કચેરીથી ગુમ થયો છે. કોર્પોરેશને વર્ષ 1975માં જમીન માલિક મૈયત મંગળભાઈ નાથાભાઈ પાસેથી 40,256 રૂપિયાનો દસ્તાવેજ કરી 8 પ્લોટ ખરીદ્યા હતા. જેમાં મંગળભાઈના વારસદાર દીકરી શિવબેન હીરાભાઈ રાઠોડે 4 વ્યક્તિઓને બારોબાર કુલમુખત્યાર કરી આપ્યો હતો.
ત્યારબાદ 4 વ્યક્તિઓએ જમીન પાછી મેળવવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. બીજેપી નેતાએ 20 કરોડની જમીન માત્ર 80 લાખમાં ખરીદી છે. વોર્ડ 2 બીજેપી કોર્પોરેટર ભાણજી પટેલનું નિવેદન, કોર્પોરેશને રોકેલો વકીલ આચાર્ય સાથે સાંઠગાંઠ કરી 4 શખ્સોએ જમીન પડાવી લીધી છે. બારોબાર જમીનનો દસ્તાવેજ કરી પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવી દીધું છે.
બીજેપી નેતા ઉપેન્દ્ર અરગડેનું નિવેદનએ જણાવ્યુ છે કે, કોર્ટે જમીનમાં પ્રવેશ નહીં કરવા કોર્પોરેશનને મનાઈ હુકમ આપ્યો હતો. કોર્પોરેશન વિરુદ્ધ અમે કોર્ટમાં કન્ટેમ્પ્ટ ફાઈલ કરીશું, પોલીસમાં ફરિયાદ દાખલ કરીશું. વર્ષ 2015માં મેં ખેડૂત પાસે દસ્તાવેજ કર્યો હતો.