વડોદરા રેલવે સ્ટેશન પરથી બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો

વડોદરાઃ રેલવે સ્ટેશન પર હાવડા એક્સપ્રેસમાંથી બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો છે. એક મહિલા, બે નાના બાળકો સહિત પાંચ લોકો ઝડપાયા છે. આ બાંગ્લાદેશી પરિવાર અમદાવાદથી ટ્રેનમાં બેસી કલકત્તા જતો હતો.

ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો પર પોલીસે તવાઈ બોલાવી છે. કોલકાતાથી આ પરિવાર બાંગ્લાદેશ પરત જવાનો હતો. ત્યારે પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આ પરિવાર ઝડપાયો હતો.