31 ડિસેમ્બર પહેલા વડોદરામાં બુટલેગરો સક્રિય થયા, 200 પેટી વિદેશી દારૂ ઝડપાયો
31 December Vadodara: 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય થયા છે. અલગ અલગ વિસ્તારમાંથી દારૂના જથ્થા પોલીસ પકડી રહી છે. આ વચ્ચે વડોદરામાંથી ભંગાર ફર્નિચરની આડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ દારૂનો જથ્થો ગોત્રી પોલીસ મથક હદ વિસ્તારમાંથી મળી આવ્યો છે. પોલીસને રાતના સમયે બાતમી મળી હતી. આ પછી પોલીસે તપાસ કરી હતી. તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો: સુરતના કામરેજમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
પોલીસને મળી બાતમી
તહેવારની સિઝનમાં આપણે ત્યાં દારુ પિવાની જાણે પ્રથા થઈ ગઈ છે. જેમાં ખાસ કરીને 31 ડિસેમ્બરમા વધારે આ વસ્તુ જોવા મળે છે. વડોદરામાં ગોત્રી પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે તપાસ કરી હતી. આ પછી 200 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. વિદેશી દારૂનો જથ્થો પકડી વધુ તપાસ કરવામાં આવી છે.