વડોદરા પોલીસે 300 જેટલા ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ઝડપ્યાં, વેરિફિકેશનની કાર્યવાહી થશે

વડોદરાઃ ગુજરાત પોલીસે ગેરકાયદેસર ઘૂસેલા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવી છે. ત્યારે વડોદરા શહેરના એકતાનગરથી બાપોદ પોલીસ મથક સુધી શંકાસ્પદ બાંગ્લાદેશીની પદયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 200 પુરુષો અને 100 મહિલા હતી.
વડોદરા પોલીસે ઝોન 4માં આવેલા એક્તાનગરમાં કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તમામનું કરવામાં વેરિફિકેશન કરવામાં આવશે. ગતરોજ વડોદરા શહેર પોલીસે 500 જેટલા શંકાસ્પદોની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામ શંકાસ્પદની ઓળખ માટે બાપોદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
લાઈન બનાવી એકતાનગરથી બાપોદ પોલીસ સ્ટેશન લઈ આવતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાબાદ દેશના અનેક રાજ્યો એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના અન્ય શહેરોમાં પણ પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.