વડોદરામાંથી 3 લાખથી વધુ નશાકારક ટેબલેટનો જથ્થો ઝડપાયો, બે લોકો સામે કાર્યવાહી

વડોદરાઃ શહેરના વાઘોડિયા વિસ્તારમાંથી નશાકારક ટેબલેટનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. સીરપના આરોપીની તપાસ કરતા નશાકારક 3.70 લાખ ટેબલેટનો જથ્થો મળી આવ્યો છે.
પોલીસે ખટંબા ગોડાઉન, વાઘોડિયા રોડના ઘર તથા મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી. જેમાં પોલીસે આરોપીઓ પાસેથી NRX અલ્પાઝોમ ટેબલેટ કબ્જે કરી છે. અગાઉ પણ આરોપીઓ પાસેથી કફ સિરપની બોટલો તેમજ પ્રતિબંધિત ટ્રામાડોલ કેપ્સ્ય્યૂલનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.
અગાઉ 32 લાખના મુદ્દામાલ સાથે કુલ 49 લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ એક ગુનો દાખલ કર્યો છે.