June 24, 2024

Vadodaraમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ એક ગ્રાહકને આવ્યું 9 લાખનું વીજ બીલ!

વડોદરાઃ હાલ ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ એક વ્યક્તિને લાખો રૂપિયામાં બીલ આવ્યું છે.

ગોરવા વિસ્તારમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડે મકાન રાખીને રહેતા મૃત્યુંજયને લાખો રૂપિયાનું વીજ બીલ આવ્યું છે. મૃત્યુંજયને રૂપિયા 9,24,254 રૂપિયા વીજ બીલ આવ્યું છે. પહેલાં તેમને પ્રતિ મહિને અંદાજે 1500-2000 રૂપિયા બીલ આવતું હતું. ત્યારે 15 દિવસ પહેલાં જ તેમના ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યું છે. ત્યારે વીજ બીલને લઈને મૃત્યુંજયે MGVCLનો સંપર્ક કર્યો છે.

આ પણ વાંચોઃ લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, જુઓ તસવીરોમાં

ગઈકાલે સરકારે લીધો મહત્વનો નિર્ણય
ગુજરાત રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરને લઈને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટર સાથે વધુ એક જૂનું મીટર પણ લગાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે, સ્માર્ટ મીટરમાં આવતું વીજ બિલ અને જૂના મીટરમાં આવતું વીજ બંનેની કમ્પેર કરવામાં આવશે અને અરજદારોને સ્માર્ટ મીટર અંતર્ગત જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવશે.

ચારગણું બીલ આવતું હોવાની ગ્રાહકોની ફરિયાદ
આ ઉપરાંત સ્માર્ટ મીટરમાં ત્રણથી ચાર ગણું વીજ બીલ આવતું હોવાની પણ અરજદારો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેથી સરકાર પણ હવે અરજદારોને સ્માર્ટ વીજ મીટર વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે પ્રકારના અભિયાન આગામી દિવસોમાં હાથ ધરશે. હાલ પ્રાથમિક તબક્કે સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ જોડાણ કરવામાં આવશે. જેથી અરજદારને ખ્યાલ આવે કે, તેઓ બે માસમાં કેટલો વીજનો વપરાશ કરે છે તેનો ખ્યાલ આવશે.