વડોદરાના માંડવી ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની ઉજવણી દરમિયાન મારામારી, અનેક યુવાનો ઈજાગ્રસ્ત

વડોદરા: ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર જીત મેળવી હતી. જેને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરાના માંડવી ખાતે ભારતીય ક્રિકેટ જીતની ઉજવણી દરમિયાન મારામારી થઈ હતી. યુવાનો વચ્ચે જાહેરમાં છુટ્ટાહાથની મારામારી થતા દોડધામ મચી ગઈ હતી.
ઇન્ડિયાની જીતની ઉજવણીમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા. મારામારીમાં અનેક યુવાનોને સમાન્ય ઈજા પહોંચી હતી. લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ઉજવણી દરમિયાન ધક્કા મુક્કી થતા મારામારી થઈ હતી.