કુબેરભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, સોમવતી અમાસે દર્શન કરવાની માન્યતા
દિપક જોષી, ડભોઈઃ ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી કુબેરભંડારી મંદિરે ગત રાત્રીના 12 વાગ્યાથી ભક્તો કુબેરદાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
8 એપ્રિલે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ રચાયો છે. જો કે, ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવવાનું ન હોવાથી ગ્રહણના દોષ પાળવાના રહેશે નહીં. ગ્રહણ દેખાવાનું ન હોવાથી સોમવતી અમાસના દિવસે કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિરોમાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
ચાંણોદ તીર્થક્ષેત્રમાં પિતૃતર્પણ તેમજ નર્મદા સ્નાન માટે વડોદરા સહિત ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાંથી લોકો આવ્યા હતા. સોમવતી અમાસ જે અત્યંત પવિત્ર ગણાય છે. અમાસ તિથિના દિવસે કરવામાં આવતા તપ-કર્મ ઘણું પુણ્ય પ્રાપ્ત આપે છે. અમાસ તિથીના દેવતા પિતૃ છે. જેથી પિતૃપૂજા માટે પણ આ તિથી ઉત્તમ છે.
આ પણ વાંચોઃ તારાપુરના ટોલ ગામે કેનાલ ઓવરફ્લો, 200 વીઘામાં પાક પર પાણી ફરી વળ્યું!
આ ઉપરાંત સોમવતી અમાસે શિવપૂજાનો પણ મહિમા રહેલો છે. સોમવાર શિવજીનો વાર છે. સોમ એટલે ચંદ્ર પણ છે અને શિવજીએ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. માનસિક પરીતાપની શાંતિ માટે સોમવતી અમાસના દિવસે શિવજીની ઉપાસના કરવી જોઈએ. આ સાથે જન્માક્ષરમાં રહેલા કાલસર્પ ઈત્યાદી દોષની શાંતિ પૂજા માટે પણ સોમવતી અમાસ શ્રેષ્ઠ મૂહુર્ત ગણાય છે. પવિત્ર યાત્રાધામ ચાંણોદમાં સોમવતી અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ તીર્થસ્નાન કરી દાનપુણ્ય કરે છે અને ધન્યતા અનુભવે છે.