July 4, 2024

ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી હેટ્રિક થવાની જ છેઃ CR પાટીલ

CR Patil

સીઆર પાટીલે સંબોધન કર્યું હતું.

વડોદરાઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વડોદરામાં જિલ્લાનું નવનિર્મિત કાર્યાલય વંદે કમલમ તેમજ વડોદરા અને છોટાઉદેપુર ખેતીબેંકનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સીઆર પાટીલે સંબોધન કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ‘દેશમાં દરેક જિલ્લામાં પાર્ટીના કાર્યાલય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ અને દેશના ગૃહમંત્રી તેમજ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહના માર્ગદર્શનમાં દેશમાં ભવ્ય કાર્યાલય બને તે માટે ઝૂંબેશ શરૂ થઈ હતી. આ ઝૂંબેશમાં ગુજરાત પ્રથમ છે. આવનારા બેથી ચાર મહિનામાં તમામ કાર્યાલયનું કામ પૂર્ણ થશે. કાર્યાલયથી કાર્યોને લયમાં લાવી શકાય છે. આજે વડોદરા જિલ્લાના કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે બદલ જિલ્લાના કાર્યાકર્તાઓને અભિનંદન.’

CR Patil

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ વિકાસના નવા નવા પ્રકલ્પોથી ઇતિહાસ રચી રહ્યા છે. ગુજરાતમા પ્રવાસીઓની સંખ્યા વધી છે જે લોકો પહેલા તાજમહેલ જોવા જતા તે લોકો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ કચ્છ ખાતે સ્મૃતિ વન જોવા આવે છે. દેશનું સસંદ ભવન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમા નવુ ભવન નિર્માણ કરવામા આવ્યું અને અંગ્રેજોની ગુલામીનુ પ્રતિક દુર કર્યુ. નવા ભવનમા લોકસભા અને રાજયસભામા મહિલાઓને 33 ટકા અનામત આપી ઇતિહાસ રચ્યો છે. આજે દુનિયાના નેતાઓ પણ કહે છે કે મોદી હૈ તો મુમુકીન હૈ, મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર. દેશ અને દુનિયામા મોદી સાહેબ માટે એમ કહેવાય છે કે મોદી સાહેબ ભલે રાજકીય નેતા હોય પણ જે કરશે તે જ બોલશે અને જે બોલશે તે ચોક્કસ કરશે. આ જ કારણે ભાજપના કાર્યકર્તાઓને પણ ટેવાયા છે કે જે કહીશુ તે કરીશું અને જે કરીશુ તે લોકોના હિત માટે કરીશું આવી વિશ્વસનિયતા કાર્યકર્તાઓએ ઉભી કરી છે.’

CR PATIL

તેમણે આગળ કહ્યુ હતુ કે, ‘પહેલા દેશમા ફકત એક એઇમ્સ દિલ્હીમા હતી પરંતુ મોદી સાહેબે દેશમા સાત-સાત એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ છે. જેમા એક એઇમ્સ ગુજરાતના રાજકોટમા છે. દેશમા આજે એરપોર્ટની સંખ્યા વધી છે. એક સાથે મોદી સાહેબે 15 એરપોર્ટનું લોકાર્પણ કર્યુ. મોદી સાહેબ ત્રીજી વખત 2024મા વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. ગુજરાતમા 26 માંથી 26 બેઠકો જીતી હેટ્રીક થવાની જ છે પણ દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા કાર્યકર્તાઓ પ્રયાસ કરે. કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાને ગંભીરતાથી લહેતુ ન હતુ પણ મોદી સાહેબે ચૂંટણી સમયે જે પણ સંકલ્પ પત્રમા વચનો આપ્યા હતા. તેમાથી 95 ટકા કામો પુર્ણ કર્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારમા મહિલાઓ આજે સુરક્ષાની લાગણી અનુભવે છે. દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને તેમના ટેલેન્ટનો ઉપયોગ થાય તે માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. ખેડૂતોની આવક વધે તેમના પાક બમણો થાય તે માટે મોદી સાહેબે યોજનાઓ જાહેર કરી છે. આવો આપણે સૌ સાથે મળી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા સાથે મળીને પ્રયાસ કરીએ. આવનાર લોકસભામા કોને ટીકિટ મળશે તે આપણો વિષય નથી જેને પણ ટીકિટ મળશે તે ભાજપનો કાર્યકર જ હશે. ટીકિટના કારણે કોઇ નારાજ થાય તે ભાજપનો કાર્યકર ન હોય. જે પણ ઉમેદવારને ટીકિટ મળે તેમને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવાનો પ્રયાસ કરવો. પેજ કમિટિના સભ્યો સાથે મળવુ જોઇએ. લોકસભા 2024ની ચૂંટણીમા ભવ્ય વિજય મેળવીશું તેવો વિશ્વાસ છે.’

આ કાર્યક્રમમા પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા, વડોદરા જિલ્લાના પ્રભારી રાજેશભાઇ પાઠક, જિલ્લા પ્રમુખ સતિષભાઇ પટેલ, પુર્વ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, ગાયત્રીબા મહિડા, સાંસદ રંજનબેન ભટ્ટ્, ગીતાબેન રાઠવા, વડોદરા શહેર પ્રમુખ ડો. વિજયભાઇ શાહ, ધારાસભ્ય કેતનભાઇ ઇમાનદાર, શૈલેષભાઇ મહેતા, અક્ષરભાઇ પટેલ, ચૈતન્યસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેશભાઇ પટેલ, મનિષાબેન વકિલ, કેયુરભાઇ રોકડીયા, ચૈતન્યભાઇ દેસાઇ, વડોદરાના મેયર પિંકિબેન સોની, વડોદરા જિલ્લાના પુર્વ પ્રભારી જાન્હનીબેન વ્યાસ, જિલ્લાના મહામંત્રી બી.જે.બ્રહ્મભટ્ટ, યોગેશભાઇ અધ્યારુ, સતિષભાઇ મકવાણા, જશવંતસિંહ ગોહિલ, રાકેશભાઇ સેવક, સત્યેનભાઇ કુબાલકર તેમજ પરાક્રમસિંહ જાડેજા, પુર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, કોર્પોરેટર સહિત પ્રદેશ અને જિલ્લાના હોદેદ્દાર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.