વડોદરામાંથી બોગસ જન્મનો દાખલો કાઢવાનું કૌભાંડ ઝડપાયું, બેની અટકાયત

વડોદરાઃ શહેરમાં બોગસ જન્મનો દાખલો કાઢવાનું કૌભાંડ સામે આવ્યું છે. રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધાર કાર્ડ કઢાવવા ગયેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળી આવ્યો છે.
જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશિદ રાશીદ સિદ્ધિકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો હતો. પરિવારે ફિરોઝ નામના એજન્ટ પાસેથી 600 રૂપિયા આપી બોગસ જન્મ દાખલો કઢાવ્યો હતો. ત્યારે આ મામલે આધાર કાર્ડ કચેરીના અધિકારી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા.
મૂળ યુપીનો આ પરિવાર હાલમાં વડોદરા મકરપુરા GIDCમાં રહી શાકભાજીનો ધંધો કરે છે. પોલીસે માતા પુત્રને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે. 20 વર્ષના કાશિદ સિદ્ધિકીનું આધાર કાર્ડ કઢાવવા સેન્ટર પર ગયા હતા.