વડોદરા: રાઈડ્સ દુર્ઘટનાને લઈને મોટો ઘટસ્ફોટ, રિયાલિટી ચેકમાં સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી આવી સામે
Vadodara: વડોદારમાં માંજલપુરમાં આવેલ રોયલ મેળામાં દુર્ઘટનાનો મામલે મોટો ખુલાસો થયો છે. ગઈકાલે રાત્રે હેલિકોપ્ટર રાઈડમાં ચાલુમાં ગેટ ખુલી જતા બાળક પડ્યું હતું. જે બાદ ન્યૂઝ કેપિટલની ટીમ મેળામાં રિયાલિટી ચેક કરવા પહોંચી હતી અને મોટો ઘટસ્ફોટ થયો છે. રિયાલિટી ચેકમાં સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર હેલીકોપ્ટરની ચાલુ રાઈડમાં દરવાજો ખુલી જતા બાળક પડી ગયું હતું. જે બાદ ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. હેલીકોપ્ટર રાઈડનો દરવાજો લોક કર્યા બાદ પણ ખુલી જાય છે. જોકે, હાલમાં પોલીસે તમામ રાઈડ્સ બંધ કરાવી છે અને અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, હાલ પોલીસના ઉચ્ચ અધિકારી સહિત FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. FSL અને ફાયરની ટીમ દ્વારા હેલિકોપ્ટર રાઈડની તપાસ હાથ ધરવામાં આવી છે. FSLની સાથે ઇલેક્ટિક નિષ્ણાત પણ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: માનવ તસ્કરીમાં સામેલ છે કેનેડાની કોલેજ… ભારતીયોને મોકલે છે અમેરિકા? EDનો તપાસનો ધમધમાટ શરૂ