મજાક-મસ્તીમાં માઠુ લાગી આવતા 17 વર્ષના સગીરે મોતને વ્હાલું કર્યું, ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

Vadodara: રાજ્યમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વડોદરાના કનોડા ગામમાં સામાન્ય ઝઘડામાં માઠુ લાગી આવતા 17 વર્ષીય સગીરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સગીર સાથે ગામના કેટલાક યુવકો સાથે મજાક મસ્તીમાં ઝઘડો થયો હતો.
મળતી માહિતી અનુસાર વડોદરાના કનોડા ગામમાં મજાક મસ્તીમાં 17 વર્ષના સગીરને ખોટું લાગતા મોતને વ્હાલું કર્યું છે. ઝઘડામાં માઠુ લાગી આવતા ભાવેશ પરમારે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. સાવલી પોલીસે ભાવેશનાં મૃતદેહને પીએમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે નવા કનોડા ગામમાં અને પરિવારજનોમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો: પાલીતાણા હસ્તગીરી ડુંગર પર મોડી રાતે ભીષણ આગ, ડુંગરની આસપાસના વિસ્તારમાં વન્યપ્રાણીઓ કરે છે વસવાટ