વડનગરમાંથી મળેલા 1200 વર્ષ જૂના કંકાલનો DNA ટેસ્ટ, થશે ચોંકાવનારા ખુલાસા

વડનગરઃ શહેરમાં મળેલા કંકાલનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં વડનગરમાંથી એક કંકાલ મળી આવ્યું હતું. ઉત્ખનનની કામગીરી દરમિયાન માનવકંકાલ મળી આવ્યું હતું.
આ કંકાલ 1200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે લખનૌના ડો. નીરજ રાયે આ કંકાલનો ડીએનએ ટેસ્ટ કર્યો છે. હવે ડીએનએ રિપોર્ટ બાદ કંકાલ મામલે ચોક્કસ માહિતી મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ કંકાલ મળ્યું હત્યારે તે યોગમુદ્રામાં હતું. ત્યારે કંકાલની આ મુદ્રાને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે.