વડગામના શેરપુરા(સેંભર)ગામે સગા પુત્રએ કરી માતાની હત્યા, પોલીસે હત્યારા પુત્રને ઝડપી પાડ્યો

બનાસકાંઠા: વડગામના શેરપુરા(સેંભર)ગામે સગા પુત્રએ માતાની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અગમ્ય કારણોસર માતા મધુબેન કટારીયાની સાથે પુત્રએ બોલાચાલી કરી હતી અને બાદમાં માતાના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી હતી.

વડગામ પોલીસે હત્યા મામલે પુત્ર પરિમલ કટારીયાને ઝડપી પાડ્યો છે. પરિમલ કટારીયા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.