હર્ષ સંઘવીએ પરિવાર અને કાર્યકરો સાથે સુરતમાં કરી ઉત્તરાયણની ઉજવણી
Harsh Sanghavi: સુરત શહેર સહિત દેશમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણની ઉજવણી કરી છે. પરિવાર અને કાર્યકરો સાથે હર્ષ સંઘવીએ ઉજવણી કરી છે.
આ પણ વાંચો: યાત્રાધામ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યું, પતંગ ઉપર લખ્યું જય અંબે
પંતગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી
હર્ષ સંઘવીએ પંતગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. આ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બર્ડ રેસ્ક્યું સેન્ટરની મુલાકાત લીધી હતી. કરુણા અભિયાન અંતર્ગત બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી છે. પ્રયાસ જીવદયા સંસ્થાના બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી. સંસ્થાની 10 જેટલી ટીમો દ્વારા બર્ડ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે. બર્ડ રેસ્ક્યુ ટિમને એક મેડિકલ કીટ પણ આપવામાં આવી છે. જેથી ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે.