January 2, 2025

USની હિલ્ડેબ્રાંટે ક્યૂબાની લોપેઝનો કચ્ચરઘાણ કાઢ્યો, ગોલ્ડ ગોઝ ટુ અમેરિકા

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024ના 12મા દિવસે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને વજનમાં વધારો થવાને કારણે ફાઈનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે બાદ તેનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. વિનેશ ફાઇનલમાં પહોંચી શકી ના હતી. આ બાદ યુએસએની હિલ્ડેબ્રાન્ડે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચ 7 ઓગસ્ટે વિનેશ ફોગાટ અને યુએસએની હિલ્ડેબ્રાન્ડ વચ્ચે યોજાવાની હતી. પરંતુ આ પહેલા પણ કરોડો ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા હતા. ફાઇનલમાં હિલ્ડેબ્રાન્ડનો મુકાબલો ક્યુબાના લોપેઝ સામે થયો હતો. જે હિલ્ડેબ્રાન્ડે 3-0થી જીતી હતી.

આ પણ વાંચો: શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? CASનો નિર્ણય ટૂંક સમયમાં આવશે

ગોલ્ડ મેડલ જીત્યા બાદ કહી વિનેશ વિશે આ વાત
ગોલ્ડ મેડલ જીત્યા બાદ હિલ્ડેબ્રાન્ડે વિનેશ ફોગાટ વિશે કહ્યું હતું કે,” હું પોતે એક મોટી વેઈટ કટર છું અને હું વિનેશ માટે દુઃખી છું. તેણે એક અદ્ભુત પરાક્રમ કર્યું હતું. તેણીએ ઓલિમ્પિકમાં તેની યાત્રાનો આ રીતે અંત આવતો ભાગ્યે જ તેણે આવું વિચાર્યું હશે, તેથી જ મારું હૃદય વિનેશ માટે ખુબ ઉદાસ છે. તે એક મહાન સ્પર્ધક અને કુસ્તીબાજ છે.

વિનેશ ફોગાટ સામે હાર મળેલી ખેલાડી સાથે મુકાબલો
ફાઇનલ મેચ યુએસએની હિલ્ડેબ્રાન્ડ અને ભારતની વિનેશ ફોગાટ વચ્ચે થવાની હતી. વિનેશને ફાઈનલ રમવા માટે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, હિલ્ડેબ્રાન્ડનો સામનો ક્યુબાના લોપેઝ સામે થયો હતો જે સેમિફાઈનલમાં વિનેશ ફોગાટ સામે હારી ગઈ હતી. હાર બાદ લોપેઝને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઇનલમાં હિલ્ડેબ્રાન્ડે આસાનીથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ અને હોકી ટીમ પાસેથી બ્રોન્ઝની અપેક્ષા, પેરિસ ઓલિમ્પિકનું શેડ્યુલ

વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ જીતી શકી હોત
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી હતી. વિનેશે એક જ દિવસમાં ત્રણ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય ચાહકોને પૂરી આશા હતી કે તે આ વખતે ગોલ્ડ મેડલ જીતી શકે છે. પરંતુ આ થઈ શક્યું નહીં.