July 2, 2024

T20 World Cup 2024: Dallasના મેદાનમાં આજે USA vs PAKનો મુકાબલો

USA vs PAK: ICC T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં તેની પ્રથમ મેચ ડલાસના મેદાનમાં અમેરિકામાં રમાશે. આ મેદાન પર યુએસએની ટીમ એક મેચ રમી છે. જેમાં કેનેડાની ટીમને એકતરફી હરાવ્યું હતું.

મેળવવાનો પ્રયાસ
બાબર આઝમની કપ્તાની હેઠળ પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024માં તેની પ્રથમ મેચ 6 જૂને આજે રમશે. બાબરની કપ્તાની હેઠળ પાકિસ્તાની ટીમ ત્રીજી વખત રમી રહી છે. પાકિસ્તાની ટીમ 9 જૂને ભારત સામેની મેચ પહેલા આજની મેચમાં સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. આવો જાણીએ કે આ મેદાન પર પિચ કેવી રહેશે. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની 11મી મેચ T20 વર્લ્ડ કપ 2024ની ડલાસના મેદાન પર છે.

બંને ટીમોનું પ્રદર્શન
વર્ષ 2024માં T20 ઈન્ટરનેશનલમાં અમેરિકી અને પાકિસ્તાની ટીમોના પ્રદર્શનની વાત કરવામાં આવે તો આ વર્ષે અમેરિકી ટીમે અત્યાર સુધી 8 મેચ રમાઈ છે. અમેરિકાની ટીમે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાંથી 7 મેચ જીતવામાં તે સફળ રહી છે. પાકિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો તેણે 15 મેચ રમી છે અને જેમાં 5 મેચમાં જીત મેળવી છે. 9 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup 2024માં બન્યા આ 3 રેકોર્ડ

બંને ટીમોની ટીમો:

પાકિસ્તાન – આઝમ ખાન, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હરિસ રઉફ, શાહીન આફ્રિદી, બાબર આઝમ (કેપ્ટન), સામ અયુબ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, ઈફ્તિખાર અહેમદ,નસીમ શાહ, મોહમ્મદ અમીર, અબ્બાસ આફ્રિદી, ઉસ્માન ખાન , અબરાર અહેમદ.

યુએસએ- નીતિશ કુમાર, હરમીત સિંહ, શેડલી વાન શાલ્કવિક, જસદીપ સિંહ, અલી ખાન, સ્ટીવન ટેલર, મોન્ક પટેલ (વિકેટકીપર/કેપ્ટન), એન્ડ્રીસ ગોસ, એરોન જોન્સ, કોરી એન્ડરસન, સૌરભ નેત્રાવલકર, મિલિંદ કુમાર, નસ્તુષ કેન્ઝીગે, નિસર્ગ પટેલ. , શયાન જહાંગીર.