અમેરિકામાં ગરેકાયદે રહેતા લોકોને લઈ મોટા સમાચાર, 205 ભારતીયો આજે અમૃતસર એરપોર્ટ પહોંચશે

America: અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં ગરેકાયદે રહેતા 205 ભારતીયો પરત આવશે. બપોરે 1 વાગ્યાની આસપાસ અમૃતસર એરપોર્ટ પહોંચશે. તેમજ અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી પરત ફરશે. જેમા સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના લોકો પરત આવશે.
મળતી માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ મસમોટા નિર્ણયો લીધા હતા. જેને લઈને હવે અમેરિકામાં ગરેકાયદે રહેતા 205 ભારતીયો પરત આવશે. જેમા ગાંધીનગરના 12, મહેસાણાના 12 જેટલા લોકો પરત ફરશે. તો સુરતના 4, અમદાવાદના 2 અને ખેડા, વડોદરા અને પાટણના 1-1 લોકો પરત ફરશે. જ્યારે વધુમાં ગુજરાતના લોકોને અમૃતસરથી અમદાવાદ લવાશે. ગુજરાતના લોકોને ઈન્ડિગો ફ્લાઈટ મારફતે અમદાવાદ લાવવામાં આવશે.
આ પણ વાંચો: ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી, પડશે કકડતી ઠંડી